મૈત્રી સતુ પુલ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ફેની નદી પર બન્યો છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ફેની નદી પર બનેલા મૈત્રી પુલનું ઉદ્ધાટન કરશે
પીએમઓએ કહ્યું છે કે મૈત્રી સેતુ પુલ ભારત અને બાંગ્લાદેશ સંબંધોનું પ્રતીક છે. પીએમ નરેન્દ્ર મોદી આ ઉપરાંત આજના કાર્યક્રમમાં ત્રિપુરામાં અનેક માળખાગત પરિયોજનાઓનું ઉદ્ધાટન પણ કરશે.
પીએમ મોદીના આ કાર્યક્રમ મંગળવારે બપોરે 12 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે. ફેની નદી ત્રિપુરા અને બાંગ્લાદેશમાં ભારતીય સીમાની વચ્ચે વહે છે.
પુલ નિર્માણના રાષ્ટ્રીય રાજમાર્ગ અને માળખાગત સ્ટ્રક્ચર વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 133 કરોડ રુપિયાની પરિયોજનાના ખર્ચ પર બન્યા છે. આ પુલની લંબાઈ 1.9 કિલોમીટર છે. આ પુલ ભારતમાં સબરુમને બાંગ્લાદેશના રામગઢથી જોડશે. પીએમમોએ જાણકારી આપી છે કે પીએમ મોદી આજે કાર્યક્રમ દરમિયાન સબરુમમાં એકીકૃત તપાસ ચૌકી સ્થાપિત કરવા માટે પણ આધારશિલા રાખશે.
આ પરિયોજના ભારતના ભૂમિ બંદરગાહ પ્રાધિકરણ દ્વારા લગભગ 232 કરોડ રુપિયાના અંદાજીત ખર્ચ પર બનાવવામાં આવી છે. આ ઉપરાંત પીએમ મોદી અગરતલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.