તહેવાર, બીજો શનિવાર, રવિવાર અને બેંક હડતાળના કારણે, રહેશે રજા

આવનારા 9 દિવસોમાં 5 દિવસ બેંક બંધ રહેશે. આ અઠવાડિયે 11 તારીખે ગુરુવારે શિવરાત્રી નિમિત્તે બેંકમાં રજા રહેશે. આ પછી 12 તારીખે શુક્રવારે બેંક ખુલશે અને 13 તારીખે બીજો શનિવાર અને 15 તારીખે રવિવારની રજા રહેશે.

તો તમે પણ આ દિવસો પહેલા જ તમારા તમામ કામ પ્લાન કરી લો જેથી તમને વધારે સમય ન લાગે અને મુશ્કેલી પણ ન રહે. જો કે આ દિવસોમાં તમે ઓનલાઈન ટ્રાન્સફરની મદદ લઈ શકો છો. તેનાથી તમારું અરજન્ટ કામ અટકશે નહીં.

 

11 માર્ચ – મહાશિવરાત્રિના કારણે ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, જ્મ્મૂ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, ઝારખંડ, કાશ્મીર, હિમાચલમાં બેંકમાં રજા રહેશે. દિલ્હીમાં આ દિવસે બેંકો ચાલુ રહેશે

હડતાળની જાહેરાત સાર્વજનિક ક્ષેત્રોના બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યૂનિયને કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.