ભાજપે પોતે માન્યુ કે તેમણે ઉત્તરાખંડમાં નકારી સરકાર આપી,રાજીનામા બાદ રાવતનું દુઃખ છલકાયું

ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ કુંભ ધાર્મિક કાર્યક્રમની વચ્ચે રાજનીતિક ગર્મી શરુ થઈ ગઈ છે. કોંગ્રેસે પણ આને લઈને નિવેદન આપતા ભાજપને ઘેર્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કહ્યું કે ભાજપે એટલા માટે સીએમ બદલવાનો નિર્ણય લીધો છે કેમ કે ત્રિવેન્દ્ર સિંહ રાવતના ચહેરાની સાથે ચૂંટણી નહોંતા લડી શકતા.

તેમણે કહ્યું કે જો વર્ષ 4 ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા તેમના ચહેરા પરથી ચૂંટણીની ગભરાહટ છુપાવવા માટે ભાજપે ચહેરો બદલવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભાજપઉત્તરાખંડમાં આવી છે ત્યારે તેમણે વિકાસ વિરોધી સરકાર આપી છે

પાર્ટીએ વિચાર કર્યો અને સામૂહિક રીતે નિર્ણય લીધો કે મારી જગ્યાએ બીજા કોઈને તક આપવામાં આવે. હું રાજ્યના લોકોનો આભાર માનું છું. જો પાર્ટીએ મને 4 વર્ષ સુધી તક ન આપી હોત તો મહિલાઓ અને યુવાનો માટેની યોજનાઓ ન લાવી શક્યો હોત. મે મારા કાર્યકાળમાં નવા નવા કામ કર્યા છે.  હવે પાર્ટીની ઈચ્છા છે કે 4 વર્ષ બાદ આ જવાબદારી બીજા કોઈને આપુ. એટલા માટે હું રાજીનામુ આપી રહ્યો છું.

રાવતના રાજીનામા બાદ બાજપ ધનસિંહ રાવત અથવા તો સતપાલ મહારાજ અથવા તો રાજ્યસભા સાંસદ અનિલ બલૂનીના નામની ચર્ચા શરુ કરી છે. બુધવારે નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે.  ધનસિંહ રાવત હાલની સરકારમાં શિક્ષણ મંત્રી છે.

ધનસિંહને રાજધાની દહેરાદુન લાવવા માટે સરકારી હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું હતું.  ભાજપ મોવડીમંડળે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમણસિંહ, મહાસચિવ અને રાજ્ય પ્રભારી દુષ્યંત ગૌતમને ધારાસભ્ય દળી બેઠક માટે પર્યવેક્ષક બનાવ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.