કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવાની વાત કરવામાં આવી હતી, જો કે હવે નાણામંત્રી(રાજ્ય) અનુરાગ ઠાકુરે આ વિશે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
રાજ્ય નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કોઈ પણ વસ્તુને જીએસટીની હેઠળ લાવવા માટે જીએસટી પરિષદની ભલામણ જરૂરી હોય છે.
સસંદના બજેટ સત્રનું બીજું ચરણ કાલથી શરૂ બે દિવસ પહેલા શરૂ થઈ ચૂક્યો છે, છતાં પણ રાજ્યસભા અને લોકસભામાં આ મોંઘવારીના મુદ્દે ચર્ચા કરવા માટે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે અવરોધ સર્જાયેલો જ છે અને હજુ સુધી કોઈ પણ ઉકેલ નીકળ્યો નથી. છેલ્લા બે દિવસોથી સદનમાં નારેબાજી જ ચાલુ રહી છે, જેના લીધે સંસદની કાર્યવાહીને વારંવાર સ્થગિત કરવી પડી છે.
કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા પર જીએસટી લગાડવા, કે હટાવવા અથવા તેના રેશિયોમાં કોઈ ફેરફાર કરવા માટે જીએસટી પરિષદમાં નિર્ણય કરવામાં આવે છે, અહીં બધા જ રાજ્યોના નાણામંત્રીઓ અને સામેલમ હોય છે અને કેન્દ્રીય નાણાંમંત્રી તેની અધ્યક્ષતા કરતાં હોય છે.
પેટ્રોલ-ડીઝલ માંથી રાજ્યોને વેટ પેટે મબલખ રૂપિયાની આવક થાય છે, કેન્દ્ર સરકાર જ્યાં તેના પર ઉત્પાદન ટેક્સ, ઉપકર, સીમા શુલ્ક વગેરે લગાડે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.