રાજકોટ શહેરમાં,એક ચોંકાવનારો કિસ્સો, આવ્યો સામે

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં વિધવા પુત્રવધૂએ પોતાની વૃદ્ધ સાસુ (Mother in-law) પર ચાલુ પ્રાયમસ ફેંકતા ગંભીર ઇજા પહોંચાડી છે. સમગ્ર મામલે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન માં વૃદ્ધ સાસુએ ફરિયાદ નોંધાવતા આરોપી વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ આઇપીસીની કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં રહેતા દેવુંબેન નાનજીભાઈ મકવાણા નામના 70 વર્ષીય વૃદ્ધાએ પોતાની વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરી છે. દેવુબેને ફરિયાદમાં કહ્યું છે કે, “મારો નાનો દીકરો વસંત ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો છે.

હું મારા નાના પુત્રની વિધવા અમૃતાબેન તેમજ તેના ત્રણ સંતાનો સાથે નાના પુત્રના ઘરમાં માધાપર ખાતે રહું છું. પરંતુ મારી નાની વિધવા પુત્રવધુ સાથે મારે બનતું ન હોય તે અવારનવાર નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરતી હતી

ફરિયાદમાં આગળ લખાયું છે કે, “મંગળવારના રોજ બપોરના સમયે મારા મોટા પુત્ર શંકરની પત્ની કુંદન પ્રાયમસ ઉપર રોટલી બનાવી રહી હતી. આ સમયે અમૃતા પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે અમૃતાએ કુંદનને આવીને કહ્યું હતું કે આ ડોશીને તમે અહીં શું કામ રાખો છો? આ સમયે કુંદને અમૃતાને કહ્યું હતું કે તમે ન રાખો તો અમારે તો રાખવા જ પડે ને.

આ બનાવ બાદ વૃદ્ધાને સારવાર માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આવેલા બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. અહીં તેમની હાલત સ્થિત હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.