હરિયાણામાં ભાજપ-જેજેપીની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ શક્યો નથી.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કેટલાય ગંભીરો આક્ષેપો લગાવ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને જોરદાર અવાજમાં જવાબમાં આપ્યો હતો. કૃષિ કાયદા પર પણ પોતાનો મત રજૂ કર્યો હતો. ખટ્ટરને જણાવ્યુ હતું કે, ખેડૂતો ફાયદામાં રહેશે. જ્યારે કોંગ્રેસે આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.
હરિયાણાની 90 સભ્યોવાળી વિધાનસભામાં હાલમાં ધારાસભ્યોની કુલ સંખ્યા 88 છે. જેમાં સત્તાધારી ભાજપ પાસે 40 સભ્યો, જેજપી પાસે 10 અને કોંગ્રેસ પાસે 30 સભ્યો છે. સાત અપક્ષ ઉમેદવારો માથી 5 ભાજપ અને જેજેપી સાથે છે
પ્રશ્નકાળ સમાપ્ત થયા બાદ અધ્યક્ષે મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને સ્વિકાર કરી અને તેના પર ચર્ચા માટે બે કલાકનો સમય આપ્યો
જ્યારે પાર્ટી ચૂંટણી હારે છે તો તેને ઈવીએમ પર વિશ્વાસ નથી હોતો, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે. જો કોંગ્રેસ સત્તામાં રહે છે તો બધુ જ યોગ્ય છે. પરંતુ જો ભાજપ સત્તામાં છે તો યોગ્ય નથી.
કોંગ્રેસ પાસે 31 ધારાસભ્યો છે. વિધાનસભામાં બે સીટો ખાલી છે. હાલ બહૂમતિનો આંકડો 45 છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તરફથી બુધવારે ભાજપ-જેજેપી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.