ઈ-ઓક્શનની પ્રક્રિયામાં, ઓનલાઈન અરજી તા.15 માર્ચ-2021થી તા.17 માર્ચ-2021,સુધી કરી શકાશે

ગાંધીનગર ARTO કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શનની પ્રક્રિયા આગામી તા.15 માર્ચ-2021થી શરૂ થશે.

. ઈ-ઓક્શનની પ્રક્રિયામાં તા.18 માર્ચ-2021થી તા.20 માર્ચ-2021ના રાત્રિના 12-00 કલાક સુધી બિડિંગ કરી શકાશે. આ ઈ-ઓક્શનનું પરિણામ તા.21 માર્ચ-2021ના બપોરના 03-00 કલાક સુધીમાં જાહેર કરવામાં આવશે.

આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છુક અરજદારો વધુ માહિતી વેબસાઇટ www.parivahan.gov.in પરથી મેળવી શકશે. અરજદારોએ હરાજીની બિડિંગ પ્રક્રિયા દરમિયાન વખતો-વખત રૂપિયા 1,000ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે. ફોર વ્હીલર માટે સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે અરજદારોએ જરૂરી બેઈઝ પ્રાઇસ ચુકવવાની રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.