યુપીમાં ભીષણ અકસ્માત,9 લોકોના કમકમાટી ભર્યા મોત

આગ્રામાં એતમાઉદ્દોલાની મંડી સમિતિ પાસે સ્કૉર્પિયો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ હતી.

ટક્કર એટલી તેજ હતી કે કારના ફૂરચે ફૂરચાં ઊડી ગયા હતા. ઘટનાસ્થળ પર ચીસાચીસ થઈ ગઈ હતી

ઘટનાસ્થળ પર પોલીસે પહોંચીને ઇજાગસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી અને કલાકો વીતી ગયા બાદ પણ લોકોની ઓળખાણ થઈ શકી નથી. પોલીસ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આગ્રાના એસપીએ જણાવ્યું છે કે ગાડીઓ સામસામે આવી રહી હતી અને કારે હાઇવે પર નિયંત્રણ ગુમાવી દેતાં ડિવાઇડર પાર કરીને બીજી તરફ આવી જવાના કારણે દુર્ઘટના થઈ હતી. ઇજાગ્રસ્તો હાલમાં હોસ્પિટલમાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.