આ વર્ષે પણ માર્ચ મહિનામાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો કહેર વધતો હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે કોરોના વાયરસદરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે અઢી મહિના બાદ દેશમાં પહેલીવાર 22 હજારથી વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. આ વર્ષે કોરોના વાયરસના દૈનિક કેસમાં આજે સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 22 હજાર 854 કેસ સામે આવ્યા છે જ્યારએ 126 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. 24 કલાકમાં 18 હજાર 100 દર્દીઑએ કોરોના વાયરસને મ્હાત આપી છે
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને કેરળ એમ છ રાજ્યોમાં કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાત, તમિલનાડુ અને પંજાબમાં પરિસ્થિતિ ચિંતાજનક છે જ્યારે કેરળ અને મહારાષ્ટ્રના ખતરનાક પરિસ્થિતિ છે
મહારાષ્ટ્ર બાદ કેરળમાં 2316 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.