ઘણા લાંબા સમયથી ખેડૂત સંગઠનો નવા કૃષિ કાયદાને લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીની સરકારની તરફથી પોતાની માંગ પર કોઈ પ્રકારના સકારાત્મક જવાબ ન આવવાના કારણે ખેડૂતોએ પ.બંગાળની તરફનું વલણ અપનાવ્યું છે
અમે 13 માર્ચે બંગાળ જઈ રહ્યા છીએ અને સાથે ખેડૂતો સાથે વાત કરીશું કે એમએસપી પર ખરીદી થઈ રહી છે કે નહીં. તેમને શું તકલીફ છે આ મુદ્દે ચર્ચાઓ કરીશું.
ઉલ્લેખનીય છે કે પ. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તે માટે તેઓએ 11 માર્ચે નામાંકન ભર્યું છે.
ખેડૂત નેતા પ. બંગાળમાં મમતા બેનર્જીને સપોર્ટ કરી શકે છે. હાલમાં પ. બંગાળમાં થનારી વિધાનસભાની ચૂંટણી કુલ 8 તબક્કામાં થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.