ગાંધીજીનાં આદર્શ વિચારો આજે પણ શાશ્વત અને પ્રસ્તુત છે,આ રીતે….

ગાંધીજીનાં આદર્શ વિચારો આજે પણ શાશ્વત અને પ્રસ્તુત છે. ભવ્ય ભારતના નિર્માણ માટે યુવાનોને પ્રેરણા મળે અને આવનારી પેઢી ગુજરાતના ગૌરવાન્વિત ભૂતકાળથી અવગત થાય એ માટે રાજ્ય સરકારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ પર્વને જનજન સુધી ગુંજતું કરવાનું બીડું ઉઠાવ્યું છે.’,

દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના અવસરે તેમણે સુરત જિલ્લામાં દાંડીકૂચ સ્મૃતિની ઉજવણીનો હરિપુરાથી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નના ભારતના નિર્માણ માટે દેશનો એક એક નાગરિક દેશભક્તિ અને દેશદાઝથી ભરેલો હોય એ જરૂરી છે. ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી સરદાર વલ્લભભાઇ પટેલને વૈશ્વિક ઓળખ મળી છે.

કુમાર કાનાણીએ આઝાદીનો અમૃત મહોત્સવ’ દેશમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદો પ્રત્યે આદર સન્માન વ્યક્ત કરવાનો અવસર બની રહેશે એમ જણાવી ઉમેર્યું કે, દેશને અંગ્રેજોની ગુલામીથી આઝાદ કરાવવામાં જે રીતે સરદાર અને ગાંધીજીની બેલડીની ઉત્કૃષ્ટ ભૂમિકા હતી, એ રીતે જ આજે દેશના સર્વાંગી વિકાસમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહની જોડી દિનરાત પરિશ્રમ કરી રહી છે. અનેકવિધ જનકલ્યાણલક્ષી યોજનાથી દેશને આગળ વધવામાં નવી ગતિ મળી છે. તેમણે દેશની બૌદ્ધિક સંપતિ સમાન બાળકોને બાળપણથી જ આત્મનિર્ભર બનાવવા, દેશભક્તિ, સંસ્કાર અને ઉત્તમ નાગરિક બનાવવાના પાઠ ભણાવવાનું આહ્વાન કર્યું હતું.

સત્યાગ્રહ અને અહિંસા એકબીજા પૂરક છે. ગાંધીજીએ સત્યાગ્રહનો શસ્ત્રરૂપે ઉપયોગ કરી દેશવાસીઓને આઝાદીના જંગમાં એકસુત્રમાં જોડ્યા હતા. મહાત્મા ગાંધીજી દાંડીકુચ બાદ ધરપકડ વહોરી 09 મહિના જેલવાસ ભોગવ્યો, જે દરમિયાન તેમણે ઉત્તમ કક્ષાનું સાહિત્ય સર્જન કર્યું. હરિપુરામાં યોજાયેલા કોંગ્રેસના ઐતિહાસિક અધિવેશન એ દક્ષિણ ગુજરાત માટે આજે પણ ચિરસ્મરણીય ક્ષણ બની રહી છે.

પ્રારંભે સ્વરાજ આશ્રમ-બારડોલીની બાળાઓએ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજનનું ગાન કરીને કાર્યક્રમની ભાવવાહી શરૂઆત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દાંડીકુચને તાદ્રશ્ય કરતી નાટિકા રજૂ કરી હતી. આ વેળાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમ નિહાળી વડાપ્રધાનનાં દેશદાઝથી ભરેલા સંબોધનને માણ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.