પી.એમ.મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને, અર્પણ કરી હતી સ્મરણાંજલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચળવળો, વિદ્રોહ અને સ્વતંત્રતાની ચળવળના સંગ્રામને સ્મરણાંજલી અર્પણ કરી હતી. તેમણે ખાસ કરીને, એવી ચળવળો, સંઘર્ષો અને હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમણે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની ગાથામાં પૂરતું સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયા નથી.

તેમણે કહ્યું હતું કે, આ સંઘર્ષે એવી જ જાગૃતિ અને જુસ્સો લાવી દીધા હતા જે રામ, મહાભારતમાં કુરુક્ષેત્ર, હલ્દીઘાટીના સમયમાં અને વીર શિવાજીની ત્રાડ વખતે જોવા મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ કોલ, કાશી, સંથાલ, નાગા, ભીલ, મુંડા, સન્યાસી, રમોશી, કિત્તુર ચળવળ, ત્રાવણકોર ચળવળ, બારડોલી સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, સંબલપુર, ચૌર, બંદેલ અને કુકા વિદ્રોહ અને ચળવળોની નોંધ લીધી હતી

તેમણે દેશવ્યાપી સ્વતંત્રતાના સંગ્રામનો આધારખડક તૈયાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વમાં ચૈતન્ય મહાપ્રભુ અને શ્રીમંત શંકર દેવ જેવા સંતોએ સમાજને માર્ગદર્શન આપ્યું હતું અને તેમને લક્ષ્ય પર સતત કેન્દ્રિત રાખ્યા હતા. પશ્ચિમમાં, મીરાબાઇ, એકનાથ, તુકારામ, રામદાસ અને નરસિંહ મહેતાએ જ્યારે ઉત્તરમાં સંત રામાનંદ, કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરુ નાનક દેવ, સંત રાયદાસે જવાબદારી ઉપાડી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભક્તિ કાળ દરમિયાન, મલિક મોહંમદ જયાસી, રાસ ખાન, સૂરદાસ, કેશવદાસ અને વિદ્યાપતિ જેવી હસ્તીઓએ સમાજની બદીઓ દૂર કરીને સુધારા લાવવા માટે પ્રેરણા આપી હતી. આ હસ્તીઓ સમગ્ર ભારતમાં સ્વતંત્રતાની ચળવળને પોષવા માટે જવાબદાર છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ લોકનાયકો અને લોકનાયિકાઓના જીવનચરિત્રને લોકોની સમક્ષ લાવવાની જરૂર છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.