રાજ્યના વન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં સાસણ ગીરમાં 350 જેટલા સિંહ, અને 248 જેટલા સિંહબાળના થયાં છે મોત

રાજ્યના વન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં સાસણ ગીરમાં 350 જેટલા સિંહ અને 248 જેટલા સિંહબાળના મોત થયાં છે.

આ સમયમાં માત્ર 36 સિંહ અને 21 બાળસિંહના મોત અકુદરતી એટલે કે માનવીય કૃત્યના કારણે થયાં છે. રાજ્યમાં સિંહ અને માનવી વચ્ચે ઘર્ષણ થતું નથી પરંતુ વસતી વધતાં દિપડાના માનવી પર હુમલાના કિસ્સા વધી રહ્યાં છે.

રાજ્ય સરકારે દિપડાના ખસીકરણ માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી છે પરંતુ હજી સુધી મંજૂરી મળી નથી. રાજ્યમાં પાંચ વર્ષમાં 632 દિપડા અને 219 બાળ દિપડાના મોત થયાં છે જે પૈકી ઘર્ષણના બનાવો બનતાં 183 દિપડાના અકુદરતી મોત થયાં છે.

પાંચ વર્ષમાં કુલ 1449 આ બન્ને હિંસક પ્રાણીઓ મૃત્યુના કારણે ઘટી ગયા છે.

આપણી સંસ્કૃતિને કારણે તે બચ્યા છે. હવે તે સંસ્કૃતિમાં શું કોઇ ખામી આવી ગઇ છે. શું આપણે કુદરત સાથે જીવવામાં ઉણા ઉતરી રહ્યા છીએ. આપણે હવે આપણી સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરીશું તો જ સિંહો બચી શકશે. કારણ કે કોઇ ટેક્નોલોજી કે કોઇ વ્યવસ્થા તેમને નહીં બચાવી શકશે જ્યાં સુધી આપણા સમાજના મૂલ્યો કુદરત સાથે મેળ નહીં ખાતા હોય

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.