વિવિધ રાજ્યોમાં તાળાબંધી શરૂ,એક જ દિવસમાં 25 હજાર કેસ

દરરોજ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા વધી રહી છે અને આ વર્ષમાં પહેલી વાર 25 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 25,317 કેસ સામે આવ્યા છે. 158 દર્દીઓએ કોરોના સામે લડતા લડતા જીવ ગુમાવ્યો છે. 16,637 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ પહેલા 16 ડિસેમ્બરે 26,624 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને એક કરોડ 13 લાખ 59 હજાર થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 15,602 કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે મોત પણ મહારાષ્ટ્રમાં જ થઈ છે.

એક દિવસમાં રેકોર્ડ 20.53 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અને અત્યાર સુધી દેશમાં 53.12 લાખ લોકોને બીજો ડોઝ પણ લગાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત ફરીવાર કોરોનાનું કેન્દ્ર બની રહ્યા છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે તો તકેદારીના ભાગરૂપે કોવિડ-19ના નિમયોનું પાલન ગંભીરતા પૂર્વક થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.