UNને ખાલિસ્તાની સમર્થક આતંકી સંગઠને, આપ્યું 7 લાખ રૂપિયાનું ફંડ

શીખ ફોર જસ્ટિસે UNને 10 હજાર ડૉલર એટલે કે 7 લાખ રૂપિયાનું ફંડ આપ્યું હતું.

હવે ખાલિસ્તાની સંગઠન આ ફંડના બદલામાં ખેડૂતઆંદોલન મામલે ભારત વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના કરાવવા માગે છે.

હવે આ આતંકવાદી સંગઠન યૂએન પર દબાણ બનાવી રહ્યું છે કે ભારતમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન કથિત દુર્વ્યવહારની તપાસ માટે એક તપાસ કમિટીની રચના કરે.

અમેરિકામાં રહેતા શીખ ફૉર જસ્ટિસના મહાસચિવ ગુરપતવંત સિંહ પન્નૂને પોતાના એક નિવેદનમાં કહ્યું કે, શીખ સંગઠન તરફથી 13 લાખ ડૉલર આપવાનું વચન આપ્યું છે જેથી સંયુક્ત રાષ્ટ્ર તરફથી તપાસ કમિટીની રચના કરી શકાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.