બંગાળના ઝારગ્રામ અને રાનીબંધમાં યોજશે રેલી,CM મમતા બેનર્જી પણ આજથી જોડાશે ચૂંટણી પ્રચારમાં

અમિત શાહ અને મમતા બેનર્જી આજે ચૂંટણી સભા સંબોધશે.

આજે અમિત શાહ આસામના માર્ગેરિટા અને નાઝિરામાં ચૂંટણી સભા સંબોધશે. ત્યારબાદ બંગાળના ઝારગ્રામ અને રાનીબંધમાં ચૂંટણી રેલી યોજશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે લડનારા સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનના સન્માનમાં ‘બિરસા મુંડી સિદ્ધુ-કાન્હૂ સન્માન યાત્રા’ સોમવારા ઝારગ્રામથી શરૂ કરશે.

આજે મમતા બેનર્જી પુરુલિયામાં ચૂંટણી સભા સંબોધશે. મમતા બેનર્જી વ્હીલ ચેર પર બેસીને જ સભા સંબોધવાના છે.

અમિત શાહે ગઇકાલે આસામમાં રેલીને સંબોધી હતી. સંબોધન કરતા તેમણે હાલના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને હેમંત વિશ્વશર્માના વખાણ કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે આસામના લોકોને કંઈ ન આપ્યું હોવાના વાર કર્યા હતા.

રાહુલ ગાંધી પર વાર કરતા કહ્યું કે, પ્રજા જાણે છે કે તેમણે કોની સરકારની જરૂર છે શું રાહુલ ગાંધી અને બદરુદ્દીન અજમલ પર વિશ્વાસ કરી શકો છો. કોંગ્રેસને આસામે પ્રધાનમંત્રી આપ્યા પરંતુ તેની સામે કંઈ મળ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.