આંકડા કહે છે કે સ્થિતિ ગયા વર્ષ કરતા પણ ખરાબ થવા લાગી છે. દેશમાં એક અઠવાડિયામાં ડિસેમ્બર -મધ્ય બાદથી નવા કેસ અને નવા દર્દીઓ સૌથી વધુ આવ્યા છે.
એક અઠવાડિયા પહેલાની સરખામણીએ આ અઠવાડિયે આંકડામાં 33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. વાયરસના કારણે મોતની સંખ્યા પણ 6 અઠવાડિયામાં સૌથી વધારે એટલે કે 28 ટકાની રહી છે.
દેશમાં મહામારીની બીજી લહેર આવવાથી છેલ્લા 4 અઠવાડિયામાં કેસ બમણા થયા છે. રવિવારે 26386 નવા કેસ આવ્યા છે જે 19 ડિસેમ્બર બાદના 85 દિવસમાં સૌથી વધારે છે.
વાયરસના કારણે મોત પણ એક અઠવાડિયામાં વધ્યા છે. કેસ મૃત્યુદર ઘટી રહ્યો છે. 25-31 જાન્યુઆરીની વચ્ચે 975 લોકોના મોત થયા છે અને સાથે સૌથી વધારે 876 લોકોના આ અઠવાડિયે મોત થયા છે.
અમેરિકા પર કોરોનાનો પ્રભાવ વધારે છે એટલે ત્યાં કેસ પણ વધારે છે. બીજા નંબરે બ્રાઝિલ છે. ભારત ત્રીજા નંબરે છે. એમેઝોન ક્ષેત્રમાં વાયરસનો નવો વેરિઅન્ટ મળ્યા બાદ બ્રાઝિલમાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જેના કારણે તે ભારતથી આગળ નીકળી ચૂક્યું છે. દેશના રાજ્યોની વાત કરીએ તો હાલમાં મહારાષ્ટ્ર મોખરે છે.
લોકોને વેક્સીન આપવાના કામમાં ગતિ આવી છે. શુક્રવારે 20.53 લાખ લોકોને વેક્સીન અપાઈ હતી. જે અત્યાર સુધીમાં 1 દિવસની સૌથી વધારે સંખ્યા છે. સૌથી વધારે 3.3 લાખ ડોઝ યૂપીમાં અપાયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.