ઇન્દ્રાણી મુખર્જીનો દાવોઃ ચિદમ્બરમ અને દીકરા કાર્તિને આપ્યા હતા 50 લાખ ડોલર

ઈન્દ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે તેણે કોંગ્રેસના નેતા અને પૂર્વ વિત્તમંત્રી પી. ચિદમ્બરમ અને દીકરા કાર્તિને 50 લાખ ડોલર આપ્યા હતા. જેમાં સિંગાપુર, મોરેશિયસ, બરમૂડા, ઈંગ્લેન્ડ અને સ્વિત્ઝરલેન્ડ પણ સામેલ છે.

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ આઈએનએક્સ મીડિયા કેસમાં વિશેષ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું. સીબીઆઈએ એમ પણ કહ્યું કે તેણે આ સંબંધમાં વિદેશોમાં ન્યાયિક સહયોગને માટે પત્ર લખ્યો છે જેની રાહ જોવાઈ રહી છે.

CBIએ ઈન્દ્રાણીને ચાર્જ શીટમાં આપી માફી

સીબીઆઈએ દિલ્હીમાં સ્પેશ્યિલ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ઈન્દ્રાણીને માફ કરવાની વાત કહી છે. દિલ્હીની કોર્ટે આ વર્ષે જુલાઈમાં તે અરજીને સ્વીકારી હતી. જેમાં ઈન્દ્રાણી મુખર્જીને સરકારી સાક્ષી બનાવવાની વાત કહેવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે CBIએ ચાર્જશીટમા પી.ચિદમ્બરમને લગભગ 10 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈએ સ્પેશ્યિલ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે પી. ચિદમ્બરમે 2008માં આ રૂપિયા લીધા હતા.

તપાસ એજન્સીઓએ 4 કંપનીઓ અને 8 લોકોની વિરુદ્ધમાં આરોપપત્ર દાખલ કર્યું. તેમાં 120 બી (અપરાધિક કેસ), 420 (દગાખોરી), 468 અને 471 (નકલી દસ્તાવેજને અસલી બતાવીને હસ્તાક્ષર કરાવવા)ની કલમો લગાવવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.