દુનિયાનો સૌથી ઉંચો પુલ,ભૂકંપ અને વિસ્ફોટને સહન કરવાની સક્ષમતા

રેલ મંત્રી પીયુષ ગોયલે હાલમાં ટ્વીટ કરી આ માહિતી આપી છે.  પીયુષ ગોયલે લખ્યુ છે કે ઐતિહાસિક પળ. ચેનાબ પુલનો નીચલો આર્ચ પુરો થઈ ગયો. હવે એન્જિનિયરિંગના ઉત્તમ નમૂનો ઉપરના આર્ચનું કામ પુરુ થશે.

રેલ મંત્રી પીયૂષ ગોયલે આને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબે ઉત્તમ નમૂનો ગણાવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર સ્ટીલના ઢાંચા પર બનનાર 476 મીટર લાંબા આ બ્રિજનો ફોટો શેર કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ટર માર્બલ ઈન મેકિંગય ભારતીય રેલવે વધુ એક એન્જિનિયરિંગ મીલનો પત્થર મેળવવાના પથ પર છે.

ઈન્દ્રધનુષના આકારનો આ બ્રિજ રેલવેના એ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો ભાગ છે જે કાશ્મીરને બાકીના ભારત સાથે જોડશે. આ બ્રિજ માટેનું કામ નવેમ્બર 2017માં પ્રારંભ થયું હતુ. 1250 કરોડ રુપિયાના ખર્ચે બનતો આ બ્રિજ ચેનાબ નદીની સપાટીથી 359 મીટર ઉપર અને પેરિસના એફિલ ટાવરથી 35 મીટર ઉંચો હશે.

રેલવે અધિકારીઓ અનુસાર આમાં સંભાવિત આતંકી ખતરા અને ભૂકંપને લઈને સુરક્ષા પ્રણાલી પણ રહેશે. બ્રિજની કુલ લંબાઈ 1315 મીટર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.