અહીં સ્થિતિ તેમનની કલ્પનાથી વધારે ખરાબ છે,ચૂંટણી ફક્ત વોટ નાંખવા માટે નથી

રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સંસ્થાઓને નબળી બનાવવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીને ઓનલાઈન સંવાદ દરમિયાન તેમણે કહ્યું કે સંસદમાં માઈક બંધ કરી દેવામાં આવે છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ સાંસદોએ મને જણાવ્યું કે સંસદમાં ખુલ્લી ચર્ચા નહીં કરી શકાય.

રાહુલ ગાંધીએ અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાર્ષ્ણેયની સાથે ઓનલાઈન વાતચીતમાં આ દાવો પણ કરવામાં આવ્યો કે જો કોઈ ફેસબુક અને વ્હોટ્સએપને નિયંત્રિત કરી શકે છે તો ફરી લોકતંત્ર નષ્ટ થઈ શકે છે.

તેમણે કહ્યું કે આ વિદેશી ગ્રુપ છે અને ભારતને આ સમૂહોની મોહરની જરુર નથી કેમ કે અહીં સ્થિતિ તેમનની કલ્પનાથી વધારે ખરાબ છે.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે પાર્ટીમાં આંતરિક લોકતંત્ર પર ભાર મૂકે છે અને તેમણે એ ક્યારેય નથી કહ્યું કે કોંગ્રેસમાં ચૂંટણી ન થવી જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એમ પણ કહ્યુ ચૂંટણી ફક્ત વોટ નાંખવા માટે નથી.

રાહુલ ગાંધીએ કહ્યુ લાખો લોકો ગામથી શહેર તરફ આવે છે. આપણે તેમના માટે કંઈક કરવાની જરુર છે. તેમણે એક દ્રષ્ટિ આપવાની જરુર છે તે ઈચ્છે તો કૃષિ અને રોકાણ વિસ્તારના ક્ષેત્રમાં સુધારો કરવાથી થાય કે સેવાઓમાં પ્રતિસ્પર્ધાત્મર સુધાર કરીને.

તેમણે કહ્યું પાર્ટીમાં 20 લોકોનો એક ગ્રુપ છે. જે પાર્ટીમાં અલગ વિચાર રાખે છે. શું આ ભાજપ, બીએસપી અથવા ટીએમસીમાં શક્ય છે?  વિચાર અલગ હોય પણ વાતચીત થવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.