રાજ્ય સરકારે આજથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસે જણાવ્યું કે, લોકોએ રાત્રે 10 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવુ.
અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જીવન જરૂરિયાત ચીજવસ્તુ સિવાયના ધંધાકીય એકમો બંધ રાખવા પડશે. સાથે જ જાહેર રસ્તા, સોસાયટી કે ગલીમાં એકઠા થવા પર અને પગપાળા કે વાહનોમાં હરવા-ફરવા પર મનાઇ ફરમાવી છે.
તેમજ અમદાવાદ શહેરના લોકોને રાત્રે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
ચારેય શહેરોમાં રાતના 10 વાગ્યા બાદ રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 954 નવા દર્દી જ્યારે 703 દર્દીઓ સાજા થયાં છે. ગઇકાલે અમદાવાદમાં 2 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તો સુરત શહેરમાં 263 કેસ અને ગ્રામ્યમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 241 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.