હોટલ અને રેસ્ટોરન્ટની માંડ માંડ ગાડી પાટે ચડી ત્યાં ફરી એકવાર સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દેતા માલિકોમાં નિરાશા જોવા મળી રહી છે.
પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ બેઠા થા તેના પહેલા ફરી એક વખત રાત્રે 10 વાગ્યે કર્ફ્યુ લગાવવાના કારણે તેઓને ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા લાગુ પાડેલા રાત્રી કર્ફ્યુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે.
તેવામાંજ સરકારે કડક રહેવાના બદલે ચુંટણીયોજી રેલીઓ કરી, સભાઓ કરી, મેળાવડા કર્યા અને કોરોનાને ફરી આમંત્રણ આપ્યું. એટલુ જ નહીં બાકી રહી જતુ હતુ એટલે સ્ટેડીયમમાં મેચ યોજી સ્ટેડીયમ ફુલ ભર્યુ જેથી છેલ્લા અઠવા઼ડીયામાં ખુબ મોટા પ્રમાણમાં કોરોનાના કેસોમાં વધારો થયો અને તેના કારણે રાત્રે 10થી સવારે 6 વાગ્યોનો કર્ફ્યુ લાગાડ્યો અને કર્ફ્યુના લીધે માંડ માંડ ચાલુ થયેલીરેસ્ટોરનેટ ફરી એક વખત ક઼ફો઼ડી હાલતમાં ધકેલાઈ ગઈ.
તેઓનું કહેવુ છે કે રેસ્ટોરેન્ટમાં અમદાવાદીઓ સાંજે 9 વાગ્યા પછી જ જમવા આવતા હોય છે પરંતુ સરકારે 10 વાગ્યે કર્ફ્યુ લગાવ્યો છે, જેથી કરીને અમે 9 લાગ્યા પછી કસ્ટમરને નથી લેતા અને જેના લીધે સાંજના સમયે આવનાર વર્ગ 90 ટકા ઘટી ગયો છે. અમદાવાદમાં મોટા ભાગે લોકો સાંજે 9 વાગ્યા પછી જ રેસ્ટોરેન્ટમાં જમવાનો પ્લાન બનાવતા હોય છે.
કોરોનાના શરુઆતથી સતત રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ છેલ્લા થોડાક સમયથી માંડ માંડ ગાડી પાટે ચડી અને ફરી એકવાર સરકારના આ નિર્ણયથી રેસ્ટોરેન્ટ માલીકોમાં નિરાશા જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.