તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડના આરોપી લિસ્ટમાં, આ પણ શામિલ છે, જાણો…..

તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા,રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓને પણ ગુનાઈત ફોર્જરીના કારસામાં આરોપી તરીકે સામેલ કરવા સરકારપક્ષે માંગ કરતાં કોર્ટે સુનાવણી તા.1લી એપ્રિલ સુધી મુલત્વી રાખી છે.

જે મુજબ તા.25-5-19 ના રોજ સરથાણા જકાતનાકા પાસે આવેલ નિર્મલ નગર સોસાયટીના પ્લોટ નં.7 પર તક્ષશિલા આર્કેડ (જુનુ નામ ભોલેનાથ શોપિંગ સેન્ટર)માં આગ લાગવાના પગલે ચોથા માળે ચાલતા ટયુશન ક્લાસમાં અભ્યાસ માટે આવેલા ૨૨ માસુમ વિદ્યાર્થીઓેના મોત નિપજ્યા હતા.

બિલ્ડરો

 

અલબત્ત આ કેસમાં આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓ અનુક્રમે જ્યોતિબેન, રંજનાબેન તથા ભાનુબેને વર્ષ-2009માં તક્ષશિલા બિલ્ડીંગનું બીજા માળના ધાબું સંયુક્ત રીતે ખરીદ કર્યું હતુ.

જે માળ પર વર્ષ-2010 માં ત્રીજા માળનો ડોમ બનાવ્યો હોય તેવા દસ્તાવેજો રજુ કરી બે વર્ષ બાદ સુરત મહાનગર પાલિકાની આકારણી પત્રકમાં દાખલ કરવા જુલાઈ-2012ના રોજ અરજી કરી હતી.

જે દસ્તાવેજોના આધારે પાછલી અસરથી આ મિલકત આકારણી દફતરે દાખલ કરવામાં આવી તે પહેલા ડોમવાળી મિલકતના ચાર સરખા ભાગ બિલ્ડર્સની પત્નીઓએ ત્રણેય બિલ્ડર્સ પતિઓને કબજા સહિતનો વેચાણ કરાર કરી આપ્યો હતો.

જે દસ્તાવેજોના આધારે વેરો ભરવા આરોપી દિનેશ વેકરીયાએ ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે ઉપયોગ કર્યો હતો. જેથી આરોપી તરીકે જ્યોતિબેન હરસુખ વેકરીયા, રંજનાબેન રવિન્દ્ર કહાર તથા ભાનુબેન સવજી પાઘડાળને જોડવા સરકારપક્ષે માંગ કરી છે. જેથી આરોપીઓના બચાવ પક્ષે અરજીની સુનાવણીમાં બચાવની તક આપવા માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.