કેન્દ્રીય રક્ષા મંત્રી, રાજનાથસિંહે મંગળવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમી મિદનાપુરના, સબાંગ વિધાનસભામાં ક્ષેત્રમાં,સંબોધી હતી એક રેલી

કેન્દ્રીય રક્ષા મંત્રી તથા ભાજપના નેતા રાજનાથસિંહે મંગળવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમી મિદનાપુરના સબાંગ વિધાનસભામાં ક્ષેત્રમાં એક રેલી સંબોધી હતી.

જેમાં તેમણે કહ્યું હતું કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનશે તો રાજકીય હિંસા પર સંપૂર્ણ રીતે લગામ ખેંચવામાં આવશે.

રાજકીય કાર્યકર્તાઓની હત્યા થાય છે. પણ જે દિવસે ભાજપ સરકાર અહીં બનશે એના બીજા જ દિવસે અમે જોઈશું કે કોણે પોતાની માનું દૂધ પીધુ છે જે બંગાળની ધરતી પર બોંબ બનાવી શકે છે અને લોકો પર ફેંકે છે.

રાજનાથસિંહે રાજકીય હિંસાને લઈને પણ મમતા પર ટોણો માર્યો છે કે, તેમણે ઉમેર્યું કે, હું બંગાળની પ્રજાને ભરોસો અપાવવા માગું છું કે, જે દિવસે બંગાળમાં ભાજપ સરકાર બની ત્યારે એ પછી ભાજપનો કાર્યકર્તા હોય, TMCનો હોય, કોંગ્રેસનો હોય કે સીપીએમનો હોય કોઈ કાર્યકર્તાઓ પર હુમલો નહીં થવા દઈએ.

જ્યાં સુધી લોકો પોતાની જાતને અહીં સુરક્ષિત મહેસુસ નહીં કરે ત્યાં સુધી આ રાજ્યનો વિકાસ નહીં થાય.એટલે એવી સરકાર જોઈએ છે, જે સુરક્ષાની ગેરેન્ટી આપી શકે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની જે યોજના લાગુ નથી થઈ એને લઈને ઉમેર્યું કે, કેન્દ્રની જે યોજના લાગુ નથી થઈ એ માટે પરિવર્તન જરૂરી છે.

બંગાળમાં જન્મેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ અમારી પાર્ટી બનાવી છે. તેમણે પણ કહ્યું હતું કે, જે દિવસે અમારી સરકાર બનશે જમ્મુ કાશ્મીરમાંથી 370 દૂર કરી દેવામાં આવશે. આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની આત્માને શાંતિ મળી હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.