મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રતિદિન 15 હજાર કેસ સામે આવી રહ્યા છે. સોમવારે પણ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ 15 હજાર કરતા વધારે નોંધાયા છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મહરાષ્ટ્રમાં તમામને જરૂરીયાતના આધારે પર વેક્સીન લગાવવાની માગ કરી છે. તેમણે કહ્યું છે કે, જરૂરિયાતમંદ લોકોને ઈમરજન્સીની સ્થિતિમાં વેક્સીન લગાવવાની મંજૂરી આપવામાં આવે.
આનંદ મહિન્દ્રાએ સોમવારે ટ્વીટ કર્યું કે, દેશના અડધા કરતા વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. આ રાજ્ય દેશની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર છે અને વધારે લોકડાઉન તેને નબળું કરી શકે છે. મહરાષ્ટ્રમાં વેક્સીન લેવા ઈચ્છતા તમામ લોકોને વેક્સીન લેવાની ઈમરજન્સીમાં મંજૂરી આપવી જોઈએ.
મહિન્દ્રાએ એક ટ્વીટના જવાબમાં જવાબમાં લખ્યું છે કે, હું સહમત છું અને વેક્સીનેશન ઝડપથી નહીં કરવામાં આવે તો આપણે બીજી, ત્રીજી અને ચોથી લહેરનો અન સામનો કરવો પડશે
પાછલા અઠવાડિયે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે જણાવ્યું હતું કે, 18 વર્ષથી ઓછું ઉંમરના લોકોની માટે પૂણેમાં વેક્સીનેશન સેન્ટરની માગણી કરવામાં આવશે. પણ આ બધું ક્યારે થશે તે જવાબ આપ્યો નથી. મહારાષ્ટ્રમાં નાગરપુર અને મુંબઈમાં કોરોનાના કારણે ખૂબ જ ખરાબ હાલત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.