બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણએ, મિડલ ક્લાસ અને પગાર મેળવનાર ક્લાસ માટે, કરી છે ઘણી જાહેરાત

બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણએ મિડલ ક્લાસ અને પગાર મેળવનાર ક્લાસ માટે ઘણી જાહેરાત કરી છે. આ નિયમ 1 એપ્રિલ, 2021થી લાગુ થઈ જશે. જોકે જે લોકોની ઉંમર 75 વર્ષથી વધુ છે તેમને આ વખતે બજેટમાં રાહત આપવામાં આવી છે.

1 એપ્રિલથી 2.5 લાખથી વધુ પીએફ કોન્ટ્રીબ્યૂશન કરનાર પર જે વ્યાજ મળે છે તેની પર તમારે ટેક્સ આપવો પડશે. નાણા મંત્રીએ વધુ પગારવાળા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

સરકારે નવા નિયમ બનાવ્યા છે કે જે પણ લોકો આઇટીઆર ફાઇલ નહીં કરે તેમને ડબલ ટીડીએસ આપવો પડશે. સરકારે ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206ABને જોડી દીધું છે.

નવા નાણાકીય વર્ષમાં આ સ્કીમ લાગુ થઈ જશે. નોંધનીય છે કે આ સ્કીમનો ફાયદો એવા કર્મચારીઓને મળશે જેમને કોરોના મહામારીને કારણે પ્રતિબંધને કારણે LTC ટેક્સ બેનિફિટનો ફાયદો નહોતો ઉઠાવ્યો.

બજેટમાં નાણા મંત્રીએ એલાન કર્યું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સથી રાહત આપવામાં આવી છે. એટલે કે પહેલી એપ્રિલથી 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ ફાઇલ કરવું નહીં પડે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.