દેશમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ,15 દિવસમાં કેસમાં થયો ડબલથી પણ વધુ વધારો

ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં સંક્રમણની રફ્તાર તેજ બની છે. દેશના 125 જિલ્લામાં કોરોનાના કેસ છેલ્લા 15 દિવસમાં ડબલ થયા છે. ક્યાંક તો 200થી 500 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બુધવારે કહ્યું કે 70 જિલ્લામાં કોરોનાના કેસમાં 150 ટકાથી વધારેનો વધારો આવ્યો છે તો 55 જિલ્લામાં 100-150 ટકાનો વધારો નોંધાયો છે.

પંજાબના રૂપનગર   (256%), અમૃતસર (123%), મોગા (100%), શહીદ ભગતસિંહ નગર (51%), કપૂરથલા (51%) માં કોરોનાના સૌથી વધારે ઝડપથી વધી રહ્યા છે.

કરનાલમાં 245 ટકાનો વધારો, ફરિદાબાદમાં 225 ટકા, પંચકૂલામાં 215 ટકા, કૈથલમાં 180 ટકા, કુરુક્ષેત્રમાં 158 ટકા, અંબાલામાં 121 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અહીં સિરમૌર જિલ્લામાં 367 ટકાની ગતિએ કેસ વધી રહ્યા છે તો સોલનમાં 267 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં સૌથી વધારે ગતિ મહેસાણામાં જોવા મળી છે. અહીં કોરોનાના કેસમાં 225 ટકાનો વધારો થયો છે. સુરતમાં 167 ટકા, ભાવનગરમાં 143 ટકા, આણંદમાં 114 ટકા, ખેડામાં 114 ટકાનો વધારોછે.

નાંદેડમાં 385 ટકાનો વધારો નોંધાયો છે. તો નંદુબારમાં 224 ટકા, બીડમાં 219 ટકા, ધુલેમાં 169 ટકા, નાસિકમાં 157 ટકા, જલગાંવમાં 147 ટકા, ભંડારામાં 140 ટકા, નાગપુરમાં 122 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

છત્તીસગઢ
અહીં સૂરજપુરમાં 425 ટકાનો વધારો, સરગુજામાં 138 ટકા, રાયપુરમાં 91 ટકાના વધારા સાથે કેસ વધી રહ્યા છે.

કર્ણાટક
અહીં બિદરમાં 200 ટકાનો વધારો આવ્યો છે તો કલબુર્ગીમાં સંક્રમણની ગતિ 136 ટકા વધી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.