ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ, પ્રદિપસિંહ જાડેજાએ, કહ્યુ હતું કે….

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ પ્રદિપસિંહ જાડેજા જાડેજાએ કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળ દરમ્યાન ગુજરાતના અભૂતપુર્વ વિકાસના કારણે અવાર-નવાર આંતકીઓનો ડોળો ગુજરાત ઉપર મંડરાયેલો રહે છે.

ગુજરાત એક સરહદી રાજ્ય હોઇ, મહત્વના યાત્રાધામો આવેલા હોવાથી રાજ્યની દરિયાઇ સીમા ઉપરથી પણ આંતકી હુમલાની સંભાવના રહેતી હોઇ, ગુજરાતની શાંતિ, સલામતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે તે હેતુસર રાજ્યમાં ગુજસીટોક જેવો કડક કાયદો બનાવવાની જરૂર પડી છે.

આથી, રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિ અને સંગઠીત ગુનાહીત પ્રવૃત્તિને અટકાવવા, સંગઠીત ગુનો આચરતા ગુનેગારો દ્વારા ઉભી કરાયેલી ગેરકાયદેસર સંપત્તિ અને કાળા નાણાની દેશના અર્થતંત્ર પર થતી પ્રતિકુળ અસરને અટકાવવા, પોન્ઝી સ્કીમ, મલ્ટીલેવલ માર્કેટીંગ સ્કીમ જેવા ટેકનીકલ પ્રકારના ગુના આચરીને નાગરિકોની પરસેવાની કમાણીના નાણા છળકપટથી પચાવી પાડતા ગુનેગારોને નશ્યત કરવા, સાયબર ક્રાઇમ અને નાર્કો આતંકવાદ વગેરે જેવા ગુનાઓને અટકાવવા તેમજ આ ગુના આચરતા ગુનેગારોને કડક સજા કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે કટીબદ્ધતા બતાવી આ કાયદો બનાવેલો હોવાની મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન ગૃહ સમક્ષ માહિતી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.