અમદાવાદમાં કોરોનાની સારવાર મોંઘી બનશે. ખાનગી હોસ્પિટલ સાથેના MOU તંત્રએ રદ્દ કર્યા છે. સરકારી હોસ્પિટલમાં પર્યાપ્ત બેડ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
સરકાર નારાજ થતા ખાનગી હોસ્પિપટલ સાથેના કરાર રદ્દ કરાયા છે. હવે કોરોનાની મફત સારવાર માત્ર સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને એસવીપી હોસ્પિટલ પૂરતી જ સીમિત થઈ ગઈ છે
શહેરમાં એક તબક્કે કોરોના કેસો વધતાં મ્યુનિ. દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખ્યા હતા. જ્યારે બાકીના 50 ટકા બેડ પર હોસ્પિટલ સત્તાવાળા પોતાની રીતે દર્દીઓને દાખલ કરી, નાણાં વસૂલી શકતા હતા. જે 50 ટકા બેડ મ્યુનિ. ક્વોટામાં રખાયા હતા, તે બેડ જો ખાલી રહે તો પણ નિશ્ચિત રકમ હોસ્પિટલને ચૂકવવા નિર્ણય કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.