તણાવ અને કામનો ભાર આ સમસ્યા પેદા કરે છે,ખોટી આદતો પણ અનિદ્રાનો પ્રોબ્લેમ વધારે છે

એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં 7થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. પણ કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે. તેની પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે પણ તણાવ અને કામનો ભાર ઘણી હદ સુધી આ સમસ્યા પેદા કરે છે.

જેના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે. જેમાં ડાયાબિટીસ, બીપી, સ્થૂળતા અને હાર્ટની બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે.

ઓછા મસાલાવાળી દાળ, રોટલી અથવા સૂપ ડિનરમાં લો. રાતે પેટ ભરીને ખાવાની જગ્યાએ થોડું ઓછું ખાઓ, જેથી ખોરાક પચાવવામાં મુશ્કેલી ન થાય અને રાતે પ્રોપર ઊંઘ પણ આવે.

આજકાલ લોકો જ્યારે થાકીને ઘરે આવે છે ક્યારે ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. તે થાક દૂર કરીને માઈન્ડ તો રિલેક્સ કરે છે પણ તેમાં રહેલું કેફીન રાતે તમારી ઊંઘને ખરાબ કરી શકે છે.

હકીકતમાં આલ્કોહોલ શરીરમાં જઈને મગજને સુન્ન કરી દે છે. જેના કારણે વ્યક્તિ ભાનમાં રહેતો નથી અને તે વિચારે છે કે સારી ઊંઘ આવે છે પણ રાતે આલ્કોહોલ લેવાથી સવારે વ્યક્તિનું માથું ભારે લાગે છે અને ફ્રેશ ફીલ થતું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.