કેસ વધશે તો આકરા નિર્ણય લેવાશે,જાહેર સ્થળો પર લાગી શકે છે પ્રતિબંધ

કોરોના મુદ્દે રાજકોટના મેયર પ્રદીપ ડવે કહ્યું કે શહેરમાં કેસ વધશે તો આકરા નિર્ણય લેવાશે. કેસ વધશે તો BRTS-સિટી બસ બંધ કરવી પડશે. સ્પોર્ટ્સ સંકુલ-બગીચા, જાહેર સ્થળો પર પ્રતિબંધ લાગી શકે છે. અમદાવાદ-સુરતની સરખામણીમાં રાજકોટમાં કેસ ઓછા છે.

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે સુરતના મેયર હેમાલી બોધાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરતમાં ગાર્ડન, જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. સીટી બસ, BRTSને બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત વેક્સિનેશનની કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે.

ગઈકાલે જ BRTS અને AMTS સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ આ સાથે જે લોકો પોતાના કામના સ્થળ પર જવા માટે રોજબરોજ BRTSનો ઉપયોગ કરે છે. તેમને હાલાકી પડવાની શરૂ થઈ છે

રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપાઈ છે. અને સુરતની જવાબદારી એન.થેન્નારસનને સોંપવામાં આવી છે. જે સચિવોને કામગીરી આપવામાં આવી તેમના દ્વારા સ્થાનિક તંત્રને માર્ગદર્શન અપાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.