પ્રભાવિત દેશોમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. હવે ફ્રાંસના પાટનગર પેરિસ અને અન્ય ક્ષેત્રોમાં સીમિત લોકડાઉનલગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફ્રાંસમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે જે બાદ આ નિર્ણય લેવાની ફરજ પડી છે. પેરિસ સહિત દેશના 15 વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. શુક્રવારે અડધી રાતથી આ નિર્ણય લાગુ પડી જશે.
ફ્રાંસમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 35 હજાર કેસ સામે આવ્યા છે અને વડાપ્રધાન જીન કેસટેક્સે કહ્યું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર તેજીથી દેશમાં ફેલાઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે પેરિસમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પણ કોરોના વાયરસના કારણે પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે ત્યારે દુનિયાભરની સરકારો હવે કોરોનાની આ લહેર સામે ટેન્શનમાં મુકાઇ હોય તેવું દેખાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.