ગુજરાતના પાડોશી સંઘપ્રદેશ દીવને લઇને રાહતના સમાચાર સામે આવ્યા છે. દીવમાં હાલ કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી. કોરોનાનો કોઇ કેસ ન હોવાથી દીવમાં તમામ સ્થળ ખુલ્લા રહેશે.
રાજ્યમાં કોરોના સંકટ વધુ ઘેરાઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1276 નવા દર્દી જ્યારે 899 દર્દીઓ સાજા થયાં છે.. વડોદરા શહેરમાં 111 કેસ, જ્યારે ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 98 કેસ અને ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…
કોરોના મહામારીથી 10 સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબ સામેલ છે. આ રાજ્યોમાં કોરોનાના આંકડાઓની વચ્ચે થોડી રાહતની વાત એ છે કે વધુ પડતા કેસ આ મોટા રાજ્યોમાં જ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.