સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 47 હજાર 9 નવા કેસ આવ્યા છે. આ એક દિવસમાં આવનારા નવા કેસમાં સૌથી વધારે છે. દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 1 કરોડ 16 લાખ 45 હજાર 719 થઈ છે આ સિવાય રિકવર દર્દીની સંખ્યા 1 કરોડ 11 લાખ 49 હજાર 324 થઈ છે
સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસના બચાવના ઉપાયોનું પાલન કરવામાં બેદરકારીના કારણે સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે 80 ટકા કેસથી વધારે કેસ આ રાજ્યોમાંથી છે.
સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું છે કે કેટલાક રાજ્યોમાં વધતા કેસની ભાગીદારી 80 ટકાથી વધારે છે. તેઓએ કહ્યું કે દેશમાં સંક્રમણના વધતા પ્રમુખ કારણે કોરોના વ્યવહારમાં બેદરકારી આવી છે. એ નક્કી કરવું જરૂરી છે કે વેક્સીનની ઉપલબ્ધતા બાદ પણ કોરોનાના નિયમોનું પાલન કરાય. મંત્રીએ કહ્યું કે યોગ્ય કોવિડ વ્યવહાર અને કોવિડ વેક્સીનેશનને માટે જાગરુકતા વધારવાની જરૂર છે
પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરને રોકવા માટે તીવ્ર અને નિર્ણાયક પગલા લેવા કહ્યું છે. દેશના અનેક ભાગમાં વધતા કોરોનાની ચિંતાને લઈને તેઓએ વીડિયો કોન્ફરન્સની મદદથી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. ફરી એકવાર મહામારી સામે આવી શકે છે અને તેને માટે તપાસ, ઓળખ અને ઈલાજનું કડકાઈથી પાલન કરાય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.