દેશમાં વધ્યું કોરોના સંક્રમણ,એક દિવસમાં 47 હજાર 9 નવા કેસ, 213 મોત

છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસમાં 67 ટકાનો વધારો થયો છે અને સાથે જ 7 દિવસમાં 1 લાખથી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એટલું નહીં મોતનો દર પણ 41 ટકા વધ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો ‘મહાવિસ્ફોટ’, એક જ દિવસમાં આવ્યા 30535 કેસ, 99ના મોત#Maharashtra #Coronavirus #CoronaUpdate

છેલ્લા એક દિવસમાં દેશમાં 43 હજાર 846 નવા કેસ નોંધાયા છે અને એક જ દિવસમાં દેશમાં 197 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે માત્ર મહારાષ્ટ્રમાં એક  દિવસમાં 30 હજાર 535 કેસ નોંધાયા છે અને 99 લોકોના મૃત્યુ નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસને પગલે નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે

5 મહિના બાદ ગુજરાતમાં 1,580 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. અગાઉ 28 નવેમ્બરે 1598 કેસહતા. ગઈકાલે 1,565 કેસ નોંધાયા હતા. જ્યારે 989 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2 તથા વડોદરા અને ગાંધીનગરમાં 1-1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,450 થયો છે. 30 ડિસેમ્બર બાદ પહેલીવાર રાજ્યમાં મૃત્યુઆંક 7 થયો છે.

એક દિવસમાં દેશમાં કોરોનાથી 213 દર્દીના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.  ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 31 હજાર 671 પહોંચ્યા છે તો દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 16 લાખ 45 હજાર 719 થયા છે.  દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 11 લાખ 49 હજાર 324 ની થઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.