ફાટેલા જિન્સ યુવતીઓએ ન પહેરવા જોઇએ તેવી સલાહથી ભારે ટિકાનો સામનો કરી રહેલા તીરથસિંહ રાવતે હવે કહ્યું છે કે લોકોમાં સરકાર દ્વારા વહેચવામાં આવેલા ચોખાને લઇને જલન પણ થવા લાગી છે કે બે સભ્યો વાળા લોકોને 10 કિલો જ્યારે 20 સભ્યો વાળાને એક ક્વિંટલ અનાજ કેમ આપવામાં આવ્યા?
જ્યારે સમય હતો ત્યારે તમે પણ બે જ બાળકો પેદા કર્યા હતા 20 કેમ ન કર્યા? આ દરમિયાન ઉત્તરાખંડના સીએમએ કોઇ ધર્મ કે જાતીનું નામ નહોતુ લીધુ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તીરથસિંહ જ્યારે સીએમ બન્યા ત્યારે તેમના વખાણ કર્યા હતા.
રવિવારે એક કાર્યક્રમમાં બોલતી વેળાએ તીરથસિંહે કહ્યું કે અન્ય દેશોની તુલનાએ ભારત કોરોના જેવી મહામારીમાંથી બહાર આવવામાં સફળ રહ્યું છે.
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવત પોતાના રિપ્ડ જીન્સના નિવેદન પર ખુદ જવાબ આપવા માટે સક્ષમ છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે દરેક નિવેદનોને કે બાબતોને આરએસએસ સાથે જોડવાની જરૂર નથી.
લોકો વિચારો વ્યક્ત કરે છે તે સાચા પણ હોઇ શકે છે અને ખોટા પણ હોઇ શકે છે. તીરથસિંહ રાવતે યુવતીઓએ જીન્સ ન પહેરવા જોઇએ તેવી સલાહ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.