કર્ણાટકમાં ઉઠી મુખ્યપ્રધાનને બદલવાની માંગણી,વધુ એક રાજ્યમાં ભાજપ માટે રાજકીય સંકટના સમાચાર

મુખ્યમંત્રી ત્રિકમસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતને નવા મુખ્યમંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. જો કે હવે વધુ એક રાજ્યમાં ભાજપ માટે રાજકીય સંકટના સમાચાર સામે આવી રહ્યા છે, દક્ષિણ ભારતના પ્રમુખ રાજ્ય ગણાતા કર્ણાટકમાં હવે  ભાજપના સીએમ યેદિયુરપ્પાને બદલવાની માંગણી ભાજપના જ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

કર્ણાટકમાં સીએમ બદલવાની માંગણી ભાજપના ધારાસભ્ય બંસગોડા પાટિલ યતનાલ દ્વારા કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય સચિવ અરુણ સિંહને આ વાત અંગેની જાણકારી છે પણ તે માત્ર એમ જ કહી રહયા છે કે સીએમ બદલવાની કોઈ જ યોજના નથી.

કર્ણાટકમાં આગામી 10 થી 20 વર્ષ સુધી ભાજપના મુખ્યમંત્રી બનેલા રહે, હું  આ રાજ્યમાં ભાજપના ભવિષ્ય માટે લડી રહ્યો છું, હું નથી ઈચ્છતો કે યેદિયૂરપ્પા દક્ષિણ ભારતના છેલ્લા ભાજપ ધારાસભ્ય બને, હું માત્ર વાજપેયી અને નરેન્દ્ર મોદીના આદર્શોને માનું છું અને પીએમ મોદીના આદર્શોથી કોઈ સીએમ બને એમ જ ઈચ્છું છું.

આગામી અમુક સમયમાં ભાજપનું હાઇકમાંડ ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાનોને બદલવાની દિશામાં કામ કરી રહ્યું છે, હાલમાં જ ઉત્તરાખંડમાં આ કામ થયું છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.