લખનઉ:18 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ અને હિન્દુ મહાસભાના પૂર્વ લીડર કમલેશ તિવારીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. કમલેશ તિવારી પોતાના નિવેદનોને કારણે ખાસ્સા ચર્ચામાં રહેતા હતા. 2015મા મોહમ્મદ પયગંબર પર કરેલી ટિપ્પણીને કારણે તેમનો ખૂબ વિરોધ થયો હતો.
સુરતમાંથી હાલમાં તો કમલેશ તિવારીની હત્યા મામલે ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ હત્યાના એક દિવસ પહેલા જ 17 ઓક્ટોબરના રોજ કમલેશ તિવારીએ ટ્વીટર પર એક લિસ્ટ શેર કર્યું હતું. આ લિસ્ટમાં મસ્જિદોની નામની બાજુમાં જ મંદિરોના નામ આપવામાં આવ્યા છે. આ ટ્વીટર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે. કઇ જગ્યાએ પહેલા મંદિર હતું અને પછી મસ્જિદ બનાવી દેવામાં આવી હતી.
તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મંદિરોને તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો’ આ યાદીમાં અયોધ્યાનો, વારાસણીનો પણ ઉલ્લેખ છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના સોમનાથનો પણ ઉલ્લેખ છે, જેમાં શિવ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાત એટીએસ દ્વારા સુરતથી ત્રણની ધરપકડ
હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં મોટી માહિતી બહાર આવી રહી છે. આ કેસમાં ગુજરાત એટીએસે મોડી રાત્રે 3 લોકોને સુરતથી અટકાયત કરી છે. આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીની માહિતી અનુસાર આ હત્યા કેસમાં પાંચ લોકો સામેલ હતા. રાત્રે ગુજરાત એટીએસે સુરતથી તેમની અટકાયત કરવામાં આવી હતી અને અમદાવાદ લાવવામાં આવ્યો હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ, હત્યા સમયે ઉપયોગમાં લેવાતા મોબાઇલ નેટવર્ક અને સુરતના મોબાઇલ નેટવર્કની શોધ કરવામાં આવી રહી છે જેથી વધુ ચાવી શોધી શકાય. આ ઉપરાંત અમદાવાદ, ભરૂચ અને સુરતથી અન્ય કેટલાક લોકોની પણ અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની મળતી માહિતી મુજબ કમલેશ તિવારીની હત્યાનું કાવતરું સુરતમાં રચાયું હોવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી છે. કમલેશ તિવારી ખુર્શિદ બાગ સ્થિત હિન્દુ સમાજ પાર્ટી કાર્યાલયમાં ચા પીવા આવ્યા હતા, ત્યારે મિઠાઇનો ડબ્બો લઇને આવેલા એક વ્યક્તિએ ડબ્બામાં ચાકૂ અને બંદૂક કાઢીને ગળા પર માર્યું હતું. કમલેશ તિવારીને તુરંત હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા, જ્યાં ટ્રોમા સેન્ટરમાં તેમનું મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસની ટીમ સેલફોન ડિટેઇલની તપાસ કરી રહી છે અને આરોપીઓની તપાસમાં લાગી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.