કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભાજપે તેનું નામ સંકલ્પ પત્ર રાખ્યું છે. બંગાળની જનતાનું હૃદય જીતવા માટે ભાજપે આ સંકલ્પ પત્રમાં અનેક લોભામણા વચનોની લ્હાણી કરી છે.
ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઉત્તર બંગાળ, જંગલમહલ અને સુંદરવન ક્ષેત્રમાં ૩ નવી એઈમ્સ બનાવવાનું વચન આપ્યું છે. આ સિવાય રાજ્યના બધા જ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે.
શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૭૫ લાખ ખેડૂતોને મમતા બેનરજીએ ત્રણ વર્ષમાં જે ૧૮ હજાર રૃપિયાનો લાભ નથી આપ્યો તે પણ સીધા જ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરાવાશે.
બંગાળમાં પહેલાં કમ્યુનિસ્ટ અને પછી તૃણમૂલ કોંગ્રેસે સત્તા પર રહીને મોટાપાયે રાજકીય હિંસા આચરી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, અમે નિષ્પક્ષ ચૂંટણી થાય તે સુનિશ્ચિત કરીશું અને રાજકીય હિંસાને બંગાળમાં ભૂતકાળ બનાવી દઈશું. ભાજપે ૧૧ હજાર કરોડ રૃપિયાના સોનાર બાંગ્લા ફંડની શરૃઆત કરવાની પણ જાહેરાત કરી હતી.
ગૃહમંત્રીએ કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે પહેલી જ કેબિનેટ બેઠકમાં બંગાળના દરેક ગરીબને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પહોંચાડીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.