આ કારણથી 10 દિવસ સુધી બંધ રહેશે બેંક, જલ્દીથી પતાવી લો તમારા બેંક ના કામ

કોરોના વાયરસમાં મોબાઈલ બેંકિંગ અને નેટ બેંકિંગથી કામ કરવાની સલાહ આરબીઆઈએ આપી છે. જે કામ બ્રાન્ચ પર જઈને કરવાના છે તેને તમે તરત કરી લો તે જરૂરી છે. 27 માર્ચથી 4 એપ્રિલ સુધીમાં ફક્ત 2 દિવસ જ બેંક ચાલુ રહેશે. તો કરી લો તમારા કામનું પ્લાનિંગ.

31 માર્ચે રજા નથી પણ ગ્રાહકોએ ધ્યાન રાખવું કે નાણાંકીય સેવાનો આ છેલ્લો દિવસ છે. આ દિવસોએ બેંક એકાઉન્ટ ક્લોઝ કરવા માટે 1 એપ્રિલનો દિવસ નક્કી કર્યો છે. આ દિવસે કસ્ટમર્સને ડીલ કરાશે નહીં. આ પછી 2 એપ્રિલે ગુડ ફ્રાઈડેની રજા રહેશે. જેથી દેશની બેંકો બંધ રહેશે.

  • 27 માર્ચ- ચોથો શનિવાર
  • 28 માર્ચ- રવિવારની રજા
  • 29 માર્ચ- હોળીની રજા
  • 30 માર્ચ – ધૂળેટીની રજા
  • 31 માર્ચ- નાણાંકીય વર્ષની રજા
  • 1 એપ્રિલ- એકાઉન્ટ ક્લોઝિંગ દિવસ
  • 2 એપ્રિલ – ગુડ ફ્રાઈડે
  • 3 એપ્રિલ- બેંક ચાલુ રહેશે
  • 4 એપ્રિલ – રવિવાર

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.