અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ નહી મળે. ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ અંગે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવવામાં આવ્યા છે.
ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરવાની યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે.
જેમાં ટૂંકા વસ્ત્રો પહેનાર દર્શનાર્થનીઓને શામળાજી વિષ્ણુ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
શોર્ટ કપડાં પહેરી આવેલા દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટીઓ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પુરુષો માટે ધોતી અને પીતામ્બર તેમજ મહિલાઓ માટે સલવાર જેવા વસ્ત્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.