છેલ્લા ૪ મહિનામાં સરકારે વિક્રમજનક ટ્રાફિક દંડ વસૂલ્યો, વર્ષ પૂર્ણ થતાં આંકડો થશે અધધધ…

નવા મોટર વહીક્લ એક્ટને લાગુ કરાતા આ વર્ષનાં દંડના આશ્ચર્યજનક આંકડા બહાર પડ્યા છે. પ્રજાની કમર તોડી નાખતો 52 કરોડનો દંડ સરકારે ફક્ત ૪ મહિનામાં વસુલ્યો છે. આ જ ગતિએ જો દંડ લેવાતો રહ્યો તો વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ૨૦૦ કરોડ રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવશે તેવી શક્યતા છે.

  • છેલ્લા ૪ મહિનામાં સરકારે ગુજરાતીઓ પાસે અધધ 52 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો
  • આ વર્ષે દંડ ૨૦૦ કરોડનું વિક્રમી આંકડો વટાવે તેવી શક્યતા 
  • RTO કર્મચારી અને અધિકારીઓને રવિવારે પણ હાજર રહેવાની તાકીદ 
  • “RTOને વધુ સરળ અને લોકભોગ્ય બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે” વિજય રુપાણી 
વસુલ કરેલ આંકડા કરોડમાં છે
આ ઉપરના આલેખ દ્વારા આશ્ચર્ય જનક આંકડા જાહેર થયા છે. વર્ષ ૨૦૧૩-૨૦૧૪માં ગુજરાત પાસેથી લીધેલ કુલ દંડ (૪૮ કરોડ)  કરતા વધુ દંડ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના શરૂઆતના ફક્ત ૪ મહિનામાં જ (52 કરોડ) લોકો પાસેથી વસુલી લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ વધારો મોટર વહીક્લ એક્ટના સુધારામાં સૂચવાયેલા દંડના વધારાના પગલે નોંધાયો છે. 

તારીખ ૧૮ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ટ્રાફિક પોલીસ વડે ૨૭.૪૫ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પોલીસે દંડ વસુલવામાં સખ્તી દર્શાવી નથી. જો કે આંકડા આ વિધાનથી તદ્દન જુદું ચિત્ર બતાવે છે.  

તારીખ ૧૬ સપ્ટેમ્બરે હેલ્મેટ વગર વાહન ચલવવાના 704 કેસ દર્જ કરવામાં આવ્યા હતા જેમાં ૩.૪૧ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો જે આ વર્ષનો સૌથી વધુ છે. 
૨૦૦ કરોડના વિક્રમ તરફ આગેકુચ
 
આમ તો રાજ્ય અને કેન્દ્ર સરકારના દાવા છે કે આ નિયમો પ્રજાની સુરક્ષા માટે બનેલા છે પણ ૪ મહિનામાં 52 કરોડનો દંડ આ વર્ષના અંત સુધીમાં ૨૦૦ કરોડનો દંડ વસુલાશે તેવી શક્યતાઓ તરફ ઈશારો કરે છે. ગયા વર્ષનો ૧૦૯ કરોડના દંડની વસુલીનો આંકડો ખુબ મોટો લાગતો હતો પરંતુ આ વર્ષે આ આંકડો બમણો થઇ જશે તેવું લાગે છે. 
ગયા વર્ષે ૯૨ લાખ ટ્રાફિકના નિયમોના ભંગ નોંધાયા હતા. આ વર્ષે ફક્ત ૪ મહિનામાં ૪૭ લાખ ભંગ નોંધાઈ ચુક્યા છે.

RTOના કર્મચારીઓને પરસેવો વળી ગયો

અમદાવાદ RTOના વિવિધ કાઉન્ટરો છેલ્લા ૩ દિવસથી ૬ વાગ્યા ઉપરાંત ૨ કલાક સુધી ચાલુ રાખવામાં આવી રહ્યા છે. લોકોના ભારે ધસારાના પગલે સૌને રવિવારે પણ હાજર રહેવાની સુચના આપવામાં આવી છે. 

વિજય રુપાણીએ લોકોને પાડી રહેલી ભારે હાલાકીણે ઉદ્દેશીને પત્રકારોને ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર RTOના ફક્શ્ન્સની આખા રાજ્યમાં પુનઃરચના કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી લોકોને થઇ રહેલી હેરાનગતિ ઓછી થાય. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.