ટ્રકના ચાલકની બેદરકારીને કારણે ટ્રકના ટાયર નીચે એ જ ટ્ર્કના ક્લિનરના કમકમાટી ભર્યાં મોતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વજન કાંટા પર લાવ્યા બાદ ટ્રકના ચાલક શિવદાસ નાયક અને ટ્રકના ક્લિનર મનોહર નાયક નીચે ઉતર્યા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી ટ્રકનો ચાલક શિવદાસ નાયક ટ્રકની સીટ પર બેસી ગયો હતો અને ટ્રકને આગળ વધાર્યો હતો.
ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રકને હંકારતા ક્લિનર ટ્રકની બીજી સાઇડ પરથી નીચે પડી ગયો હતો. ત્યાર બાદ ગણતરીની સેકન્ડમાં જ ટ્રકનો ક્લિનર તેની ટ્રક નીચે આવી ગયો હતો. સામાનથી ભરેલા વજનદાર ટ્રકના ટાયર ક્લિનર મનોહર નાયક પર ફરી વળતાં તેનું ગણતરીની સેકન્ડમાં જ ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
કાળજુ કંપાવી નાખે તેવી આ સમગ્ર ઘટના વજન કાંટાની ઓફિસની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 14 તારીખે બનેલી આ ઘટનાનો લાઈવ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.