ફેસબુક પર આવેલી અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું વેપારીને ભારે પડ્યું છે. અમદાવાદમાં મહિલાએ (Women) પહેલા વેપારી સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી જે બાદ પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને તેની પર વાતો કરી. જે બાદ મહિલાએ તે યુવકને મળવા બોલાવ્યો અને બીજા દિવસે ધમકી આપી કે, તું મને પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તને રેપના કેસમાં ફસાવી દઇશ.
વર્ષ 2020 ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો.
21મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારી વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યા હતા. જોકે તેના બનેવી જોઈ જશે તેવું કહીને આ યુવતી વેપારીને અસલાલી પાસેના એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી. જ્યાં બંને થોડો સમય વાતચીત કરી હતી બાદમાં છુટા પડયા હતા
આ ગેંગએ બીજી ફેબ્રુઆરી એ વધુ એક વેપારીને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.