રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કોરોનાની મહામારીને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષના સમયમાં રાજ્યના ઘણા શહેરો અને ગામડાઓના લોકો કોરોના સંક્રમિત થયા છે પરંતુ એક વાત સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે, રાજકોટ જિલ્લાના 112 જેટલા ગામડાઓ એવા છે કે, જ્યાં હજુ સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ગામના લોકોએ એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે પણ ગામડાઓમાં લોકોને એકઠા કરીને મેળાવડાઓ કરવા દેવામાં આવ્યા ન હતા.
ગામમાં વૃદ્ધ લોકોને કામ વગર ઘરની બહાર નીકળવા દેવામાં આવતા નથી. ત્યારે હાલ રાજ્યમાં કોરોના વેક્સીનેશનની કામગીરી પણ શરૂ છે અને આ ગામડાના લોકો જાગૃત થઇને સામે ચાલીને વેક્સીન લેવા જઈ રહ્યા છે.
વર્તમાન પરિસ્થિતિમાં પણ આ ગામડાઓમાં બહારથી જે લોકો આવે છે તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે અને જો તેનામાં કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક આવા વ્યક્તિઓનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે છે. 112 ગામડાઓ છે તે રાજકોટની ખૂબ જ નજીક આવેલા છે.
હજુ પણ બહારથી આવતા ફેરિયાઓને પ્રવેશ આપવામાં આવતો નથી અને અમુક ગામડાઓમાં ફેરિયાઓને પ્રવેશ આપવામાં આવે છે પણ તેઓને કહેવામાં આવે છે કે ગ્રાહકોથી દુર રહીને ધંધો-રોજગાર કરો જેથી પોતે પણ સુરક્ષિત રહે અને અન્ય લોકો પણ સુરક્ષિત રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.