કરણ જોહરે આલિયા ભટ્ટ, વરૂણ ધવન, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે સહિત અનેક સ્ટારિકિડ્સને લોન્ચ કર્યા છે. કરણ જોહર હવે સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરને લોન્ચ કરવા જઈ રહ્યા છે.
કરણ જોહરે તાજેતરમાં પ્રોડક્શન હાઉસની સાથે પોતાની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી પણ શરૂ કરી છે. જે હેઠળ પોતાની ફિલ્મમાં શનાયાને લોન્ચ કરશે. શનાયા જુલાઈમાં પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ કરશે. પરંતુ કરણ જોહરે આ ફિલ્મ અંગે કોઈ વધુ જાણકારી આપી નથી.
કરણ જોહરે શનાયા કપૂરનો એક ગ્લેમરસ વિડીયો પણ શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. શનાયા કપૂર બોલીવુડમાં એન્ટ્રી પહેલા ચર્ચામાં છે તથા તે પોતાના ડાન્સના વિડીયો પણ શેર કરતી રહે છે.
આ ફોટોઝ જોઈને તમે કહી શકશો કે શનાયા ફેશન મામલે ઘણી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે.શનાયા કપૂરની માતા માહીપ કપૂર કરણ જોહરના વેબ શો ફેબ્યુલસ લાઈફ ઓફ બોલીવુડ વાઈવ્સમાં જોવા મળી છે. શનાયા સોશ્યલ મીડિયા પર પોતાની ગર્લ ગેંગ સાથે જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.