સુરતની મહિલા સાથે અમદાવાદમાં સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રેમીએ દારૂ પીને મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું છે. માનસી ચાર રસ્તા પાસે ઓફિસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.
એટલું જ નહીં પણ પ્રેમીએ મહિલા પાસેથી 80 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. પ્રેમી રાકેશ અને મહિલા સુરતમાં પડોશી હતા.
પ્રેમીએ મહિલાને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું ત્યારે મહિલાએ ના પાડતા મિત્ર સાથે મળી બળજબરી કરી હતી.
એકલા અમદાવાદમાં જ દુષ્કર્મની 860 ઘટનાઓ ઘટી છે જેમાં ગ્રામ્ય વિસ્તારની 184 ઘટનાનો ઉમેરો કરીએ એટલે આ આંકડો 1046 પહોંચે છે. દર બે દિવસે એકવાર અમદાવાદમાં દુષ્કર્મની ઘટના ઘટે છે.
- 2014-15માં 147
- 2015-16માં 128
- 2016-17માં 193
- 2017-18માં 177
- 2018-19માં 215
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.