ખેડૂત પરિવારની આત્મવિલોપનની ચીમકી,મહિલા ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ

દેવભૂમિ દ્વારકા  જિલ્લાના ભાણવડ તાલુકા ના રેટા કાલાવડ ગામ તથા ફોટ ગામને જોડતો રસ્તો વર્ષો જૂનો હોઈ જે રસ્તા પર એક ખેડૂતે દબાણ કર્યું હોય રસ્તો બંધ કરી દીધાના આક્ષેપ સાથે ખંભાળીયા અને ભાણવડ વિધાનસભા – 81 બેઠક ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કાલાવડ ના પ્રવીણ મુછડીયા આશરે 1 હજાર જેટલા સ્થાનિકો સાથે ઉપવાસ પર બેસતા મામલો ગરમાયો હતો.

પોલીસ અને અધિકારીઓએ રસ્તા ખુલ્લો કરવા દબાણ કરતા એક ખેડૂત મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા મામલો વધુ ગરમાયો હતો.

જ્યારે ખેડૂતે પણ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યના પી.એ દ્વારા રાજકીય દબાણથી આ રસ્તો ખુલ્લો કરવાની કોશિશ થઈ રહી છે ખેડૂતે પણ પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખેડૂતની પોલીસે અટકાયત કરી હતી અને બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે.

એક તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છતાં પણ મહિલા એ ઝેરી દવા પી લેતા અને રોડ રસ્તા ના મુદ્દે રાજકારણ ગરમાયુ હતું ત્યારે આગામી સમય માં વધુ ઉગ્ર બને અને આંદોલન નું ગંબહોર પરિણામ પણ આવે તો નવાઈ નહિ

  • માપણી મુજબ જમીન અમારી છે
  • અમે કોઇ પણ પ્રકારનું દબાણ નથી કર્યુ
  • DLRના અધિકારી જમીનની માપણી કરી જાય
  • જો જમીન પર દબાણ સાબિત થાય તો છોડી દેવા તૈયાર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.