તિરુપતિ સિંગતેલ વધારશે ભજિયાનો સ્વાદ,અલગ અને સ્વાદિષ્ટ લાગશે આ ખાસ ભજિયા

બટાકાના, ડુંગળીના, મરચાના, પોઈના પાનના, કે પછી સ્ટફ્ડ મરચાના ભજિયા. પરંતુ શું તમે ક્યારેય ભેળના ભજિયા ટ્રાય કર્યા છે.

  • એક વાટકી મમરા
  • એક વાટકી સેવ
  • એક વાટકી પુરીનો ભૂકો
  • એક વાટકી બટાકા બાફીને સુધારેલા
  • એક વાટકી ઝીણી સુધારેલી ડુંગળી
  • અડધી વાટકી કાચી કેરી ઝીણી સુધારેલી
  • એક વાટકી ટામેટા ઝીણા સુધારેલા
  • અડધી વાટકી લસણની ચટણી
  • અડધી વાટકી ગળી ચટણી
  • એક વાટકી તીખી ચટણી
  • અડધી વાટકી કોથમીર
  • પા વાટકી ચાટ મસાલો
  • એક વાટકી ચણાનો લોટ
  • અડધી વાટકી ચોખાનો લોટ
  • પા વાટકી મીઠું
  • પા વાટકી લાલ મરચું
  • પા વાટકી હળદર
  • પા વાટકી સોડા
  • પાણી જરૂર પ્રમાણે
  • તિરુપતિ સિંગતેલ તળવા માટે
  • એક પેકેટ વ્હાઈટ ચોરસ બ્રેડ

સૌ પહેલાં તો એક મોટું વાસણ લો. અને તેમાં એક વાટકી મમરા, એક વાટકી સેવ, એક વાટકી પુરીનો ભૂકો, એક વાટકી બટાકા બાફીને સુધારેલા,  એક વાટકી ઝીણી સુધારેલી ડુંગળી, અડધી વાટકી કાચી કેરી ઝીણી સુધારેલી, એક વાટકી ટામેટા ઝીણા સુધારેલા, અડધી વાટકી લસણની ચટણી, અડધી વાટકી ગળી ચટણી, એક વાટકી તીખી ચટણી, અડધી વાટકી કોથમીર, પા વાટકી ચાટ મસાલો આ બધું મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી નાના બોલ્સ વાળી લો. આ પછી બ્રેડની સ્લાઈસ પર લસણની ચટણી લગાવી લો. હવે બીજા બ્રેડ પર તીખી ચટણી લગાવો. ભેળના બોલ બે બ્રેડની વચ્ચે મૂકીને બ્રેડથી કવર કરીને બોલ્સ વાળી લો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.