અમદાવાદ શહેરમાં ગાડીના કાચ તોડીને, કિંમતી વસ્તુઓ અને રોકડ રકમની, ચોરી કરતી ગેંગનો આતંક વધી રહયો છે

અમદાવાદ શહેરમાં ગાડીના કાચ તોડીને કિંમતી વસ્તુઓ તેમજ રોકડ રકમની ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે.

મહીસાગર ખાતે ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરતા દિગ્વિજયસિંહ સોલંકી ગઈકાલે જ તેમની પત્ની અને સહકર્મચારી સાવનભાઈ સાથે ગાડી લઇને તેમના ગામ સાંતેજ ગયા હતા. ત્યાંથી બેંક ઓફ ઇન્ડિયા માંથી રૂપિયા 5 લાખ 50 હજાર ઉપડ્યા હતા

તેમની ગાડી ડી-કેથલોન શૉરૂમના આગળના ભાગે કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. જેમાં એક લેપટોપ, રૂપિયા 5 લાખ 50 હજાર રોકડા અને ચેકબુક હતી. ખરીદી કરીને પરત આવીને જોતા તેમની ગાડીનો કાચ તૂટેલા હતો અને ગાડીમાંથી રોકડા, લેપટોપ અને ચેકબૂક ગાયબ હતા.

રાજ્યમાં દરરોજસરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટના બને છે. આ ઉપરાંત આ રાજ્યમાં દરરોજ અપહરણની સાતથી વધારે ઘટના બને છે. રાજ્યમાં દરરોજ આત્મહત્યાના 20 બનાવ બને છે.

* છેલ્લા બે વર્ષમાં બળાત્કારની 3095, અપહરણની 4829 ઘટના બની.

* આત્મહત્યાના 14410, ઘરફોડના 6,190, રાયોટિંગના 2,589 બનાવો બન્યા.

*આકસ્મિક મૃત્યુના 27,148, અપમૃત્યુના 41,493 બનાવો નોંધાયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.